Posts Written BySwaminarayan Chintan

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનું સંગણ – નિર્ગુણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.સંગણપણું અને નિર્ગુણપણું એ તો ભગવાનનું ઐશ્વર્ય છે. ર.મનુષ્યાકાર, સચ્ચિદાનંદ એવા પ્રત્યક્ષ મહારાજ એ ભગવાનનું મૂળ રૂપ છે. ૩.ભગવાનના સંગણ – નિર્ગુણ ભાવને યથાર્થ જાણે તો તેને કાળ, કર્મને માયા બંધન કરતા નથી. વિવેચન :– આ વચનામૃત સંગણ નિર્ગુણ ભાવનું છે. અહીં…

પ્રતિપાદિત વિષયઃ વૈરાગ્ય ઉદય થયાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧.જો સર્વે અહંતા–મમતા મૂકે તો ગૃહસ્થને પણ ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે. ર.સંત અને સત્‌શાસ્ત્રનાં વચને કરીને જેને ચટકી લાગે તેને વૈરાગ્ય ઉદય થાય. ૩.પરમાત્માની સાચી ઓળખાણને આત્યંતિક કલ્યાણ કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ…

પ્રતિપાદિત વિષયઃ મત્સર ટાળવો. મુખ્ય મુદ્દાઃ ૧.બીજાના સારામાં પોતાના અંતરમાં દાઝ થાય તેને મત્સર કહેવાય. ર.સ્ત્રી, ધન, સારું ભોજન અને માન એ મત્સર ઉપજવાના હેતુ છે. ૩.સંતને માર્ગે ચાલે, મત્સર ટાળવાનો દૃઢ નિરધાર કરે અને ભગવાન ને ભગવાનના ભક્ત માટે સર્વસ્વ કુરબાન કરી રાખે તો તેનો મત્સર ટળે છે. વિવેચન…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન મુખ્ય મુદ્દાઃ ૧.પોતાના એકાંતિક ભક્તોને લાડ લડાવવા તે અવતાર ધર્યાનું મુખ્ય પ્રયોજન. ર.ધર્મનું સ્થાપન અને અસુરોના નાશનું પણ પ્રયોજન. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં…

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચિત ધ્યેયનું મહત્ત્વ. મુખ્ય મુદ્દો         ૧.મરીને ભગવાનના અક્ષરધામમાં જવું છે એવું દૃઢપણે ધ્યેય નક્કી કરવું. વિવેચન :– આ વચનામૃતની શરૂઆત મહારાજે કૃપા વાકયથી કરી છે. આ ધ્યેય નિશ્ચિત કરવા માટેનું વચનામૃત છે. મહારાજ કહે છે કે બે સેના સામસામે પરસ્પર લડવા તૈયાર થઈ હોય,…

પ્રતિપાદિત વિષયઃ મોક્ષમાર્ગના સર્વે અર્થ સિદ્ધ થયાનું. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્યની દુર્બળતાએ જગતનું પ્રધાનપણું દૂર થતું નથી અને સત્સંગનું પ્રધાનપણુ થતું નથી.ર.સત્સંગમાં આવતાં જ સારું અંગ બંધાઈ જાય તો જગતનું પ્રધાનપણું મટી જાય અને ભગવાનનું પ્રધાનપણું રહે.૩.સાચા સદ્‌ગુરુમાં પરમાત્મા બુદ્ધિની નિષ્ઠા થાય તો પણ જગતનું પ્રધાનપણું દૂર થાય અને ભગવાનનું પ્રધાનપણું…

પ્રતિપાદિત વિષયઃ સાક્ષીનું જાણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.જીવનું જાણપણું પણ સાક્ષીના જાણપણાને આધારિત છે. ર.સાક્ષી મૂર્તિમાન થકા પણ વ્યાપક બની શકે. વિવેચન :– આ વચનામૃત સાક્ષીના જાણપણાનું વચનામૃત છે. મહારાજની પ્રેરણાથી ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછયું. આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? ત્યારે સ્વામીએ…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન. મુખ્ય મુદ્દા         ૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું. ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેવા માટેના પરિબળો. મુખ્ય મુદ્દાઃ ૧. ખાસ કરીને યુવાવસ્થામાં જેને અયોગ્ય ઘાટ ઉપર ખટકો હોય કે મને તે થાય તે બરાબર નહિ તે વધતો રહે છે. ર. છોકરાની સોબત, જીહ્‌વાના સ્વાદમાં અરુચિ તથા દેહ દમન એ વધવાનાં લક્ષણો છે. ૩. સદાય ચડતા રંગ…

પ્રતિપાદિત વિષયઃ બુદ્ધિમા ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ આવવાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧. કોઈ ગરીબને દુભવ્યા હોય, માબાપની ચાકરી ન કરી હોય, કોઈ સાચા ભક્તની આંતરડી કકળાવી હોય તો બુદ્ધિ શાપિત થઈ જાય છે. પછી તેને બુદ્ધિમાં ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ જ આવે. ર. તેઓને રાજી કર્યા હોય ને…

પ્રતિપાદિત વિષયઃ કુસંગના બે મત. જેનાથી દૂર રહેવું. મુખ્ય મુદ્દો નાસ્તિક અને શુષ્કવેદાંતીના મતની સમજણ. વિવેચન :– મહારાજ કહે અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વથી અધિક કુસંગ તે એ છે કે જેને પરમેશ્વરની ભક્તિ નહિ અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાન મારા છે ને હું ભગવાનનો છું એવો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિશ્ચય છે. ર. પ્રથમ ઈન્દ્રિયોમાં, પછી અહંકારમાં, પછી ચિત્ત, મન, છેવટે બુદ્ધિ અને છેલ્લે જીવમાં નિશ્ચય થાય છે. ૩. જીવમાં નિશ્ચય હોય તો ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને માયાના ર૪ તત્ત્વો સહિત સમજવા કે રહિત સમજવા ? મુખ્ય મુદ્દા         ૧.ભગવાનની મૂર્તિમાં દેહ દેહી વિભાગ નથી. ર.ભગવાનની મૂર્તિમાં જે દેખાય છે તે દિવ્ય છે. તેમાં સંશય ન કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે મુનિઓને પ્રશ્ન પૂછયો જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક…

પ્રતિપાદિત વિષય : અનેક. મુખ્ય મુદ્દા  : અનેક. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે : દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, ધ્યાન, દીક્ષા, શાસ્ત્ર એ આઠ સારાં હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે. એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ આઠેયમા પૂર્વ…

પ્રતિપાદિત વિષયઃ ૧. ભક્તિની અખંડતા માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરી રાખવી.ર. જ્ઞાનનું અંગ અને હેતનુ અંગ. મુખ્ય મુદ્દાઃ ૧.વિપરીત દેશકાળમાં ભક્તિને વિધ્ન ન આવે માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરવાં.ર.જ્ઞાનના અંગવાળા ભક્તો ભગવાનનો અતિ મહિમા સમજે છે.૩.હેતના અંગવાળા ભક્તો ભગવાન વિના ક્ષણમાત્ર રહી શકતા નથી.૪.બન્ને અંગવાળા ભક્તો ભગવાન અને…

પ્રતિપાદિત વિષયઃ સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા. મુખ્ય મુદ્દા ૧.સ્વરૂપનિષ્ઠા રાખવાથી ધર્મનિષ્ઠા રહે છે. ર.નિયમથી પંચવિષય વિશેષ જીતાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : એક તો અર્જુનની પેઠે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે ધર્મનિષ્ઠા એ બે નિષ્ઠા છે. તેમાં જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી…

પ્રતિપાદિત વિષય : જ્ઞાનની ઓથ લઈને ધર્મને ખોટા ન કરવા. મુખ્ય મુદ્દો : જ્ઞાનની ઓથ લઈને ધર્મ ખોટા કરે તેને અસુર જાણવો. વિવેચન :– શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના જ્ઞાનની ઓથ લઈને જે ધર્મને ખોટા કરે છે તેને અસુર જાણવો અથવા નિશ્ચયનું બળ બતાવીને જે ધર્મને ખોટા કરે છે…

પ્રતિપાદિત વિષય : મહારાજના રાજીપા અને કુરાજીપાના પાત્રો. મુખ્ય મુદ્દા : ૧. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્યો સાથે મહારાજને બનતું નથી. ર. કામીને મહારાજ સત્સંગી જ માનતા નથી. ૩. કોઈ ખામી ન હોય છતાં ગમે તેવા ભીડામાં લઈએ ને જે પાછો ન પડે તેના ઉપર મહારાજને…

પ્રતિપાદિત વિષય : એકોતેર પેઢીનો ઉદ્ધાર. મુખ્ય મુદ્દા : ૧. જો ભક્તમાં હેત હોય તો પેઢીનોે ઉદ્ધાર થાય અથવા કુળનો ન હોય તોય ઉદ્ધાર થાય. ર. ભક્ત સાથે વેર રાખે તો પિત્રી હોય કે બીજો હોય તો પણ ઉદ્ધાર ન થાય ને નરકમાં પડે. વિવેચન :– આ વચનામૃતમાં સુરાખાચરે પ્રશ્ન…

પ્રતિપાદિત વિષયઃ સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. મુખ્ય મુદ્દા ૧.સ્વભાવ ઉપર શત્રુભાવ રાખવો. માત્ર તપ ઉપવાસ કામાદિ શત્રુના મૂળ ઉખેડી શકતા નથી. ર.તેજસ્વી પ્રતિભાવાળા ભક્ત કયારેય ધર્માદિ માર્ગથી પાછા પડતા નથી. વિવેચન :– આ વચનામૃત સ્વભાવ ઉપર શત્રુભાવનું છે. સ્વભાવ પ્રત્યે શત્રુભાવ એ જ તેના મૂળ ઉચ્છેદનમાં મુખ્ય કારણ બને છે.…

પ્રતિપાદિત વિષય : સમજણ આપત્કાળે જણાય છે. મુખ્ય મુદ્દા : ૧. વિષયના સાંનિધ્યમાં વૈરાગ્યની કસોટી થાય છે. ર. આપત્કાળમાં સમજણની કસોટી થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને જેટલો વૈરાગ્ય હોય અથવા જેને જેટલી સમજણ હોય તે તો જયારે કોઈ વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા કોઈ…