Posts Written BySwaminarayan Chintan

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો છ પ્રકારનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચયમાં તફાવતનું મુખ્ય કારણ દેહભાવ અને આત્મભાવ રહે છે. ર. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠના ભેદમાં મહિમાનું વધારે ઓછાપણું કારણરૂપ છે. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયના છ પ્રકારના ભેદનું છે. નિશ્ચયના મુખ્ય બે ભેદ છે તેમાં એક તો સવિકલ્પ…

પ્રતિપાદિત વિષયઃ નિર્ગુણ સુખની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.નિર્ગુણ સુખ અતિ માત્રામાં છે. ર.નિર્ગુણ સુખ સમાધિ અવસ્થામાં અથવા ગુણાતીત સ્થિતિમાં અનુભવાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે મુનિ મંડળ પ્રત્યે પ્રશ્ન પૂછયો છે. રાજસી, તામસી અને સાત્ત્વિકી એ ત્રણ પ્રકારનું સુખ તે જેમ ત્રણ અવસ્થામાં જણાય છે તેમ નિર્ગુણ એવું જે…

પ્રતિપાદિત વિષયઃ શ્રીજી મહારાજના અંતરનો સિદ્ધાંત. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન તથા સંતમાં આત્મબુદ્ધિ.ર.ભગવાન તથા સંતનો દૃઢપણે પક્ષ.૩.પોતાના મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે કહે છે કે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એક તો ભગવાન અને ભગવાનના સંતને…

પ્રતિપાદિત વિષયઃ અસત્‌પુરુષો અને સત્‌પુરુષોની શાસ્ત્રમાંથી સમજણની ગ્રાહૃાવૃત્તિ. મુખ્ય મુદ્દાઃ ૧. અસત્‌પુરુષો બધી જ વસ્તુને સરખી (બ્રહ્મ) માને છે જ્યારે સત્‌પુરુષો તમામમાં તફાવત દેખે છે. તેમાં પણ ભગવાન અને બીજા પદાર્થોમાં અતિ તફાવત છે એમ માને છે. ર. અસત્‌પુરુષને ભાવના કરવી એ જ મુખ્ય છે. જ્યારે સત્‌પુરુષ ભાવના પહેલાં પદાર્થવિવેક…

પ્રતિપાદિત વિષયઃ પરમાત્મામાં તીવ્ર કે મંદ સ્નેહ થવાનું કારણ ? મુખ્ય મુદ્દાઃ ૧. કેવળ ઈન્દ્રિયો જે વિષયમાં પ્રવર્તે ત્યાં મંદ વેગ રહે ને તેને અનુસારે મંદ સ્નેહ થાય છે. ર. ઈન્દ્રિયો સાથે મન ભળે તો મધ્યમ વેગથી પ્રવર્તે તો મધ્યમ સ્નેહ થાય. ૩. ઈન્દ્રિયો, મન અને જીવ ભળે તો તીવ્ર…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ. મુખ્ય મુદ્દાઃ         ૧.ત્રણ દેહથી અલગ પડીને વૃત્તિને શુદ્ધ કરીને ભગવાનની મૂર્તિમાં રાખવાનો અભ્યાસ કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ થોડીવાર ધ્યાનમુદ્રામાં બેસી, દર્શન દઈને પછી બોલ્યા, જે આ નેત્રની વૃત્તિ અરૂપ છે તો પણ રૂપવાન પદાર્થ તેના માર્ગમાં આવે તો…

પ્રતિપાદિત વિષયઃ ૧. દૈવી–આસુરી જીવ. ર. ભગવાનનું અન્વય–વ્યતિરેકપણું. મુખ્ય મુદ્દાઃ ૧.આસુરી જીવ દૈવી ન જ થાય. ર.ભગવાન અન્વય થકા સદા વ્યતિરેક જ છે. વિવેચન :– હરિભક્તો પરસ્પર ભગવદ્‌વાર્તા કરતા હતા. તેમા દૈવી આસુરીનો પ્રસંગ નીસર્યો કે દૈવી હોય તે ભગવાનનો ભકત જ થાય અને આસુરી હોય તે ભગવાનથી વિમુખ જ…

પ્રતિપાદિત વિષયઃ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. મુખ્ય મુદ્દો ૧.મહારાજ, અક્ષરધામ, મહાપુરુષ–મહામાયા, પ્રધાન–પુરુષ, વિરાટ, બ્રહ્મ …ક્રમથી સૃષ્ટિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ પ્રાગજી દવે પાસે શ્રીમદ્‌ભાગવતમાં રહેલી કપિલ ગીતાની કથા કરાવતા હતા. કથા પૂરી થતાં મહારાજે અધ્યાત્મ તત્ત્વોની કથા કહી. પરમાત્મા શ્રીજી મહારાજ પોતાના ધામમાં અનંત અક્ષરાત્મક મુક્તો…

પ્રતિપાદિત વિષયઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ એ ચારેના ઉપજ્યાના હેતુ. મુખ્ય મુદ્દાઃ વિવેચનમાં જ જુઓ. ૧. લક્ષણ ધર્મ : ધરતિ ધારયતિ વા લોકાન્‌ઈતિ ધર્મઃ ।         ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિત : ।         ચોદના લક્ષણો અર્થો ધર્મઃ । વૈરાગ્ય : વૈરાગ્યમ્‌જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ । જ્ઞાન : જ્ઞાનં ચ જીવમાયેશરૂપાણાં સુષ્ઠુ વેદનમ્‌। ભક્તિ…

પ્રતિપાદિત વિષયઃ જીવ અને મનની મિત્રતા. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની ભક્તિ કોઈ ઉપર ઈર્ષ્યાથી ન કરવી.ર.લોકોને દેખાડયા સારુ ભક્તિ ન કરવી.૩.ભક્તિ પરમાત્માને રાજી કરવા, પોતાના કલ્યાણ માટે કરવી.૪.ભક્તિ કરતાં કોઈ અપરાધ પ્રવૃત્તિ થાય તો બીજાનો વાંક ન કાઢવો પણ પોતાનો જ વાંક સમજવો. વિવેચન :– આ વચનામૃત જીવ અને મનની મિત્રતાનું…

પ્રતિપાદિત વિષયઃ જીવમાંથી જગતના પંચવિષય દૂર કરવા. મુખ્ય મુદ્દા         ૧. જ્યારે ત્યારે પણ ઈન્દ્રિયો દ્વારે જ વિષય જીવમાં પ્રવેશ કરે છે. માટે તેને નિયમમાં કરવા.ર. પ્રથમથી જીવમાં પ્રવેશેલા વિષયને દૂર કરવા આત્મવિચાર અને ભગવાનના મહિમાનો વિચાર કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને…

પ્રતિપાદિત વિષયઃ સોનું અને સ્ત્રી અતિ બંધનકારી છે. મુખ્ય મુદ્દા         ૧.સોનું અને સ્ત્રી ગમે તેવા ધીરજવાનની ધીરજને ખતમ કરી દે છે. ર.જેને પરમાત્માનો સાચો સેવક થવાની દૃઢ ઝંખના જાગે તે જ તે બેના બંધનથી મુકાઈ શકે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે શ્રીમદ્‌ભાગવતાદિ…

પ્રતિપાદિત વિષયઃ વિવિધ. મુખ્ય મુદ્દાઃ વિવિધ વિષયોની ચર્ચા થઈ છે. વિવેચન :– ડાહ્યાને સંતનો અવગુણ કેમ આવે છે ? તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે જે ડાહ્યો હોય તેને પોતાનામાં અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હોય અને તેની ઉપર પોતે અતિ દ્વેષબુદ્ધિ રાખીને દ્વેષસહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય, તે…

પ્રતિપાદિત વિષયઃ કાળ, કર્માદિકની સત્તા કેટલી ? મુખ્ય મુદ્દાઃ ૧.સર્વસ્વ સત્તા પરમાત્માની છે. ર.કાળ, કર્મ ભગવાનની ઈચ્છાને પામીને ફળ આપે છે. ૩.ભગવાન જીવના પૂર્વકર્મને જોઈને દેહ આપતા હોવાથી વિચિત્રતા જીવના કર્મનું ફળ છે. તેમાં ભગવાનની નિર્દયતા કે વિચિત્રતા નથી. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાના ચીમનરાવજીએ પ્રશ્ન પૂછયો. હે મહારાજ, જીવ…

પ્રતિપાદિત વિષયઃ દૃઢ આશ્રયનું સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧.જે કાંઈ ઈચ્છે તે ભગવાન થકી ઈચ્છે બીજા થકી નહિ. ર.આશ્રયમાં ઢીલાશ હોય તે ભક્તનો ઘસારો ખમી ન શકે. ૩.ઉત્તમ ભક્તની ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન સરખી માનસી પૂજા કરવાથી સો જન્મે ઉત્તમ થવાનો હોય તો આ જ જન્મે ઉત્તમ થાય છે. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું હોય તેનાં લક્ષણ. મુખ્ય મુદ્દા         ૧.દેહાદિકની આસક્તિને ઉલ્લંઘીને ભગવાનમાં આસક્તિ કરવી. ર.પરમાત્માના એકાંતિક સંતની સેવાથી ભગવાનમાં આસક્તિ થાય છે. વિવેચન :– આ વચનામૃત ભગવાનમાં અતિ આસક્તિનું છે. મહારાજ કહે કે જે ભક્તનું ચિત્ત ભગવાનની મૂર્તિને વિશે અતિ…

પ્રતિપાદિત વિષયઃ જીવના આત્યંતિક કલ્યાણના જ્ઞાનનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.જ્ઞાનથી મુક્તિ થાય છે. ર.જ્ઞાન પરમાત્મા વિષયક હોવુ જોઈએ. ૩.જ્ઞાન ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભૂત (અનુભવ પહોંચેલું) હોવું જોઈએ. ૪.જ્ઞાન ભક્તિમાં પરિણામ પામેલું હોવું જોઈએ. વિવેચન :– આ વચનામૃત ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભવ પહોંચ્યાનું છે. જીવાત્માની મુક્તિનું કારણ જ્ઞાન છે કે ભક્તિ…

મનના નિગ્રહનો વિષય અર્જુન બોલ્યા योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन।एतस्याहं न पश्यामि चञ्चलत्वात्‌ स्थितिं स्थिराम्‌।।३३।। અર્થઃ હે મધુસૂદન ! જે આ યોગ સમભાવરૂપે આપે કહ્યો, એની સ્થિતિ (મનની) ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી. હવે અર્જુન પ્રથમ ભગવાને જે સમતારૂપ યોગ કહ્યો તેને વિશદરૂપે જાણવા માટે ફરીવાર પ્રશ્ન કરે છે…

પ્રતિપાદિત વિષયઃ ભક્તની જીવન દોરી. મુખ્ય મુદ્દા         ૧.ભગવાનના ખરેખરા ભક્તનો અવગુણ ન આવવો. ર.ભગવાનના ભક્તના દ્રોહી ઉપર રીસ ન ઉતરવી. વિવેચન :– આ વચનામૃત જીવનદોરીનું છે. આ વચનામૃતમાં મહારાજે પોતાની પ્રકૃતિ કેવી છે તે સ્પષ્ટ કરી છે. વચનામૃતની શરૂઆતમાં પ્રાગજી દવેએ કહ્યું કે શ્રીમદ્‌ભાગવત જેવો કોઈ…

આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે. વિવેચન :– સત્સંગ થયા પછી દુર્લભ સાધન.. સત્સંગ થયા પછી દુર્લભ સાધન શું છે ? તો મહારાજ કહે છે તેમાં એકાંતિકપણું આવે તે દુર્લભ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભક્તિ, એકાંતિકપણું છે તે દુર્લભ છે. સામાન્યપણે આપણા…

પ્રતિપાદિત વિષયઃ મોહ નિવૃત્તિના ઉપાયનું નિરૂપણ. મુખ્ય મુદ્દા         ૧. મોહની લાક્ષણિકતા.ર. મોહ ટાળવાનાં સાધનો – ઉપાયો. વિવેચન :– આ વચનામૃતમાં સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ, મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ? તેના ઉત્તરમાં મહારાજે પ્રથમ મોહનું…