Posts Written BySwaminarayan Chintan

પ્રતિપાદિત વિષયઃ જીતેન્દ્રિયપણું કોને કહેવાય અને ત્યાગી સંતને ભગવાનના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવુ ઘટે કે નહિ ? મુખ્ય મુદ્દાઃ ૧.પંચ વિષયનો અંતરમાં દોષે યુક્ત અભાવ થાય તે જીતેન્દ્રિયપણાનું કારણ છે. ર.નિવૃત્તિમાર્ગવાળા ત્યાગીએ પણ ભગવાન અને તેના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવું એ જ ભક્તિ છે. તેમ કરવાથી તે ભગવાનની કૃપાનું પાત્ર…

પ્રતિપાદિત વિષયઃ સાધુમાં કયા ગુણ અખંડ રહે છે ને કયા આવે જાય એવા છે તથા આત્મવિચાર. મુખ્ય મુદ્દાઃ ૧. સ્વધર્મ, આત્મનિષ્ઠા અને નિશ્ચય આ ગુણો સાધુમાં અખંડ રહે છે.(રહેવા જોઈએ) ર. માયાના તત્ત્વોથી નોખા પડી સાક્ષીભાવ તેની સમીક્ષા કરવી ને પોતાનો આત્મભાવ દૃઢ કરવો. વિવેચન :– નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનના પરસ્વરૂપને પહેલા જાણીને પ્રત્યક્ષ સ્વરૂપમાં તેનું અનુસંધાન કરતા જવું. ર. ભગવાનના(પ્રત્યક્ષ) સ્વરૂપમાં મનુષ્યભાવ ટાળી દેવભાવ લાવવો. દેવભાવ ટાળી પરમાત્માનો ભાવ લાવવો. તેને દૃઢ કરવો તે નિશ્ચય. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયનું છે. મહારાજ કહે છે કે ભગવાનનું ધામમાં રહ્યું એવું મૂળરૂપ છે…

પ્રતિપાદિત વિષયઃ જાણપણારૂપ ધામને દરવાજે ઊભું રહેવું. મુખ્ય મુદ્દાઃ ૧.કલ્યાણના માર્ગની વિવેકશક્તિ એ જાણપણું છે. ર.શુદ્ધ અને પવિત્ર આશયથી કરાયેલી સત્સંગ સંબંધી ક્રિયાઓ નિર્વિકલ્પ સ્થિતિમાં વિધ્નરૂપ થતી નથી. વિવેચન :– આ વચનામૃત જાણપણાનું છે. મહારાજ સર્વ હરિભક્તો પ્રત્યે કહે છે કે અમારા જે મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ…

સઘળા પદાર્થોમાં કારણરૂપે ભગવાનની વ્યાપકતાનું કથન रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो:।प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु।।८।। અર્થ : હેકૌન્તેય ! જળમાં રસ તે હું છું. શશીમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું અને પુરુષોમાં પુરુષાર્થ તે હું છું. ।।૮।। હવે જે કાંઈ કાર્ય દેખાય છે, તેના…

પ્રતિપાદિત વિષયઃ મહારાજનો રહસ્ય અભિપ્રાય. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભજનનું જે સુખ છે તે જ સુખરૂપ અને બીજું સર્વે દુઃખરૂપ. ર.પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેટલો કરાવવો. વિવેચન :– આ વચનામૃત રહસ્ય અભિપ્રાયનું વચનામૃત છે. સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે હે મહારાજ તમે…

પ્રતિપાદિત વિષયઃ દૈવીપણા તથા આસુરીપણામાં કારણરૂપ પરિબળો. મુખ્ય મુદ્દાઃ ૧.અનાદિકાળના દૈવી અને આસુરી જીવો છે. ર.જીવ જેવા કર્મો કરે તેવા ભાવને પામે છે. ૩.જીવ જેવો સંગ કરે છે તેવા ભાવને પામે છે. ૪.જેના ઉપર સત્પુરુષનો રાજીપો થાય તે દૈવી અને જેના ઉપર કોપ થાય તે આસુરી થઈ જાય છે. વિવેચન…

પ્રતિપાદિત વિષયઃ આત્મજ્ઞાન તથા રસિક માર્ગ કલ્યાણના અને પડવાના માર્ગ પણ છે. મુખ્ય મુદ્દા ૧.રસિક માર્ગે ભગવાનમાં શૃંગાર ભાવનાથી પ્રેમ કરતાં કરતાં વિજાતીય ભકતોમાં તે દૃષ્ટિ આવી જાય તો તત્કાળ કલ્યાણના માર્ગથી પતન થાય છે.ર.આત્મજ્ઞાનમાં વિશાળ દૃષ્ટિ રાખતાં રાખતાં પોતાને ભગવાન સાથે સમભાવ થાય ને સ્વામી–સેવકભાવ નાશ થઈ જાય તો…

પ્રતિપાદિત વિષયઃ તીવ્ર, કુંઠિત, અને નિર્મૂળ વાસનાનાં લક્ષણો તથા કપટી અને માનીનાં લક્ષણો . મુખ્ય મુદ્દાઃ ૧. તીવ્ર વાસનાવાળો વિષયથી પોતાની મેળે અથવા બીજા કોઈથી નીકળી ન શકે. ર. કુંઠિત વાસનાવાળો દેશકાળે વિષયમાં બંધાઈ જાય. ૩. નિર્મૂળ વાસનાવાળાને વિષયનો સદાકાળ અંતરથી અભાવ વર્ત્યા કરે. વિવેચન : આ વચનામૃત વાસના નિર્મૂળ…

પ્રતિપાદિત વિષયઃ પુરુષપ્રયત્ન અને પરમાત્માની કૃપા. મુખ્ય મુદ્દાઃ ૧. જે સાધક પૂર્ણ પુરુષપ્રયત્ન કરે છે તેના ઉપર જ ભગવાનની કૃપા થાય છે. ર. ભગવાનના ધામની પ્રાપ્તિ પુરુષપ્રયત્નથી નથી થતી પણ પરમાત્માની કૃપાથી જ થાય છે. ૩. પરમાત્મા કૃપા અને ન્યાય બન્ને સદ્‌ગુણોને યોગ્ય ન્યાય આપે છે. વિવેચન :– આ વચનામૃત…

પ્રતિપાદિત વિષયઃ જીવાત્માનું સ્વરૂપ તથા સાંખ્ય, યોગ અને વેદાંતના સિદ્ધાંતો. મુખ્ય મુદ્દાઃ ૧. ઈન્દ્રિયો અંતઃકરણના આધાર વિના જીવ કર્તા–ભક્તોતા થઈ શકતો નથી. ર. નિરાકાર જીવમાં પણ ભગવાન પોતે જ સાકાર રૂપે રહ્યા છે. ૩. સાંખ્યનો સિદ્ધાંતઃ ઈન્દ્રિયો અંતઃકરણથી જુદા થઈને ભગવાનની આરાધના કરવી. ૪. યોગનો સિદ્ધાંતઃ ઈન્દ્રિયો અંતઃકરણને સારી પેઠે…

પ્રતિપાદિત વિષયઃ ધર્મિષ્ઠતા–અધર્મિષ્ઠતા. મુખ્ય મુદ્દાઃ ૧.વિમુખ જેને ધર્મિષ્ઠ જાણે છે તે ધર્મિષ્ઠ નથી ને પાપી જાણે છે તે પાપી નથી. ર.સત્પુરુષનો દ્રોહ કરનારો છે તે જ અધર્મી છે અને તેનો ગુણ ગ્રહણ કરનારો છે તે સર્વથી ધર્મિષ્ઠ છે. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાના વાઘમોડિયા રામચંદ્રજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિની અલૌકિકતા. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિમાં સહજ ચમત્કાર રહેલો છે. ર.ભગવાન એકદેશી થકા સર્વદેશી છે. વિવેચન :– આ વચનામૃતમાં ભાદરણના પાટીદાર ભગુભાઈએ મહારાજને પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પ્રશ્નમાં ‘આ’ શબ્દથી એમ નક્કી થાય છે કે મહારાજને જોઈને ત્યારે જ કોઈને…

પ્રતિપાદિત વિષયઃ ધર્મવાળા તથા અધર્મી અને આત્મદૃષ્ટિ તથા બાહ્યદૃષ્ટિ. મુખ્ય મુદ્દાઃ ૧. જેને સાચા સંતમાં પ્રીતિ છે તે ધર્મવાળા છે. જેને સાચા સંતનો દ્વેષ છે તે અધર્મી છે. ર. મહારાજ સાથે આત્મદૃષ્ટિનો સંબંધ કેળવવો. ૩. આત્મદૃષ્ટિવાળા ભક્તોનો અતિ મહિમા છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કુંડળથી સંતનું મંડળ લઈને ગામ…

પ્રતિપાદિત વિષયઃ સદા સુખી રહ્યાનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્ય ધર્મથી ઈન્દ્રિયો જીતીને વશ કરવી.ર.ભક્તોમાં પ્રીતિ,મિત્રતા, અને રુચિ રાખવી.૩.ભક્તો થકી મન નોખું ન પડવા દેવું, ઉદાસ ન થવા દેવું. વિવેચન :– આ વચનામૃત સદા સુખી રહ્યાનું છે. શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછયો છે. જે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય…

પ્રતિપાદિત વિષયઃ મહારાજની રુચિ તથા અભિપ્રાય. મુખ્ય મુદ્દાઃ ૧. નિરાકાર સ્વરૂપમાં પ્રીતિ નહિ. ર. અક્ષરબ્રહ્મની સાથે એકતા કરીને સાકાર ભગવાનની સ્વામી–સેવક ભાવે ઉપાસના કરવી. ૩. ગોપીઓના જેવી ભક્તિ. ૪. જડભરતના જેવો વૈરાગ્ય. પ. શુકજીના જેવી આત્મસ્થિતિ. ૬. યુધિષ્ઠિરના જેવી ધર્મનિષ્ઠા મહારાજ ગમે છે. વિવેચન :– આ વચનામૃત રુચિ તથા અભિપ્રાયનું…

વિજ્ઞાન સહિત જ્ઞાનનો વિષય શ્રી ભગવાન બોલ્યા मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय:।असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરું મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણું તેમ હું કહું છું તે…

પ્રતિપાદત વિષયઃ ભગવાનનો મહિમા સહિત નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન મનુષ્ય સ્વરૂપે હોય અથવા(મનુષ્ય ચરિત્રમાં) તેમનો નિશ્ચય થાય તો તે જીવ બીજના ચંદ્રમાની જેમ વધતો જાય છે. ર.જો ભગવાનમાં અનિશ્ચયનો ઘાટ થાય તો તે જીવ તેજહીન થતો જાય છે. ૩.પરિપૂર્ણ નિશ્ચયવાળાને કૃતાર્થતા–પૂર્ણતા અનુભવાય છે. ૪.અપૂર્ણ નિશ્ચયવાળાને પ્રાપ્તિમાં ઘણી જ શંકાઓ રહે…

પ્રતિપાદત વિષયઃ જીવનો નાશ તથા સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શન તથા પરમાત્મદર્શનનું સાધન છે. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ આ ચારનો દ્રોહ કરવાથી જીવનો નાશ થઈ જાય છે. ર.પોતાના આત્મકલ્યાણનું સાધન બુદ્ધિમાં ન સૂઝવું એ જીવનો નાશ થયો જાણવો. ૩.શાસ્ત્ર પુરાણને જાણવા છતાં ભગવાન અને નિર્દોષ સંતમાં…

પ્રતિપાદિત વિષયઃ ભૂંડા દેશકાળમાં પણ પરાભવ ન થાય. મુખ્ય મુદ્દાઃ ૧.પરમાત્માના ચરણારવિંદને નિર્વિકલ્પપણે પામ્યો હોય તો દેશકાળાદિકે પરાભવ ન થાય ને તે વિના ગમે તેવો મોટો હોય તો પણ પરાભવ થાય. ર. મુક્તિને પામ્યા પછી પણ ભગવાનમાં અને મુક્તોમાં ઘણો ભેદ રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ…

પ્રતિપાદિત વિષયઃ જીવના કલ્યાણનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.રાજા રૂપે અને સાધુ રૂપે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લઈને વિચરતા હોય ત્યારે તે પરમાત્માની ઓળખાણ સહિતના આશ્રયથી કલ્યાણ થાય છે. ર.તેમના એકાંતિક સંતને ઓળખી તેમની આજ્ઞા તથા ભગવાનની આજ્ઞામાં વર્તવાથી કલ્યાણ થાય છે. ૩.મૂર્તિનો વિશ્વાસ રાખી આશ્રય કરી ધર્મ સહિત ભક્તિ કરવાથી…