Posts Written BySwaminarayan Chintan

મનના નિગ્રહનો વિષય અર્જુન બોલ્યા योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन।एतस्याहं न पश्यामि चञ्चलत्वात्‌ स्थितिं स्थिराम्‌।।३३।। અર્થઃ હે મધુસૂદન ! જે આ યોગ સમભાવરૂપે આપે કહ્યો, એની સ્થિતિ (મનની) ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી. હવે અર્જુન પ્રથમ ભગવાને જે સમતારૂપ યોગ કહ્યો તેને વિશદરૂપે જાણવા માટે ફરીવાર પ્રશ્ન કરે છે…

પ્રતિપાદિત વિષયઃ ભક્તની જીવન દોરી. મુખ્ય મુદ્દા         ૧.ભગવાનના ખરેખરા ભક્તનો અવગુણ ન આવવો. ર.ભગવાનના ભક્તના દ્રોહી ઉપર રીસ ન ઉતરવી. વિવેચન :– આ વચનામૃત જીવનદોરીનું છે. આ વચનામૃતમાં મહારાજે પોતાની પ્રકૃતિ કેવી છે તે સ્પષ્ટ કરી છે. વચનામૃતની શરૂઆતમાં પ્રાગજી દવેએ કહ્યું કે શ્રીમદ્‌ભાગવત જેવો કોઈ…

આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે. વિવેચન :– સત્સંગ થયા પછી દુર્લભ સાધન.. સત્સંગ થયા પછી દુર્લભ સાધન શું છે ? તો મહારાજ કહે છે તેમાં એકાંતિકપણું આવે તે દુર્લભ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભક્તિ, એકાંતિકપણું છે તે દુર્લભ છે. સામાન્યપણે આપણા…

પ્રતિપાદિત વિષયઃ મોહ નિવૃત્તિના ઉપાયનું નિરૂપણ. મુખ્ય મુદ્દા         ૧. મોહની લાક્ષણિકતા.ર. મોહ ટાળવાનાં સાધનો – ઉપાયો. વિવેચન :– આ વચનામૃતમાં સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ, મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ? તેના ઉત્તરમાં મહારાજે પ્રથમ મોહનું…

પ્રતિપાદિત વિષયઃ અંતરમાં મલિન આશય ન રહે તો જ મોટા રાજી થાય છે. મુખ્ય મુદ્દા         ૧.સ્વભાવને દબાવવા પ્રબળ સંસ્કાર જોઈએ. ર.ગરીબની આગળ અવળાઈ કરે તે ભગવાન સામે પણ અવળાઈ કરે ખરો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુકતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો : તમારે ક્રોઘ શે નિમિત્તે…

પ્રતિપાદિત વિષયઃ આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે. તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે. વિવેચન :– અહીં મહારાજે કપટ અને દંભ કોને કહેવાય અને કપટી અને દંભી કેમ ઓળખાય તે સંતોને પોતે જ પ્રશ્ન પૂછીને ચર્ચા કરી છે. પોતાની નબળાઈઓ અને મલિનતાને યુક્તિ–પ્રયુક્તિ કરીને ઢાંકવી તેને કપટ કહેવાય અને…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિ અંતરમાં ધારવાનો યોગાભ્યાસ. મુખ્ય મુદ્દાઃ ૧.ત્રીસ લક્ષણે યુક્ત સંતના સંગમાં સર્વે સાધનનો સમાવેશ થઈ જાય છે. ર.ભગવાનની મૂર્તિ પ્રથમ સમગ્રપણે ધારવાનો પ્રયાસ કરવો. દરેક ઈન્દ્રિયોના વિષય માધ્યમથી ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવાનો અભ્યાસ કરવો. ૩.જીવમાં મૂર્તિ ધારવાથી જીવમાં રહેલાં રાગ–દ્વેષ, વાસના નાશ થાય છે. વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય કોણ ? મુખ્ય મુદ્દાઃ ૧.ઈષ્ટદેવ પ્રત્યે અસાધારણ ભક્તિવાળા જે મહાપુરુષ છે તે સંપ્રદાયમાં મોટેરા કરવાને યોગ્ય છે. ર.મોટેરા ચાર પ્રકારના છે–દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ જેવા. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે જ આગેવાન સંતો તથા ભક્તોને પ્રશ્ન પૂછયો છે જે આપણા…

પ્રતિપાદિત વિષયઃ બધા જ બ્રહ્માંડમાં ભગવાનની મૂર્તિનું તથા કલ્યાણની રીતનું સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિ એક છે. ભકતો અનેક છે. ર.કલ્યાણની સ્થિતિ એક છે. માર્ગ અનેક છે. ૩.મૂંઝાઈને, રીસ કરીને પ્રેમ ન કરવો. વિવેચન :– આ વચનામૃતમાં અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનંતકોટિ બ્રહ્માંડ છે. બ્રહ્માંડોને વિષે…

પ્રતિપાદિત વિષયઃ કઈ ભક્તિમાં વિધ્ન નડે અને કઈ ભક્તિમા વિધ્ન ન નડે. મુખ્ય મુદ્દાઃ ૧.માહાત્મ્ય સહિત ભક્તિમાં વિધ્ન આવતું નથી.ર.શુક સનકાદિક જેવા મોટા પુરુષની સેવા અને પ્રસંગથી માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે.૩.ભક્તિ કરવામાં નિર્દોષતા કરતાં પણ ઈષ્ટદેવમાં અનન્યગતિકતા વધુ મહત્ત્વની છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન…

પ્રતિપાદિત વિષયઃ ભક્તિમાં અતરાય કરે તેવા સદ્‌ગુણોને પણ ગૌણ કરવા. મુખ્ય મુદ્દા         ૧.ભગવાન તથા ભક્તોને ન ગમે તે ન કરવું, ગમે તેમ કરવું. ર.શિખામણના શબ્દો સવળાં કરીને ધારવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તોને કહે છે કે ભગવાનના ભક્ત હોય તેણે ભગવાન અને…

પ્રતિપાદિત વિષયઃ માહાત્મ્ય સહિત નિશ્ચયવાળાનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.તેને અર્થે શું શું ન થાય ? ર.વચનમાં ફેર પાડે નહિ. ૩.પ્રાપ્તિ પ્રત્યેનો ફેર હોય. ૪.મહિમા અતિ હોય. પ.ભક્ત તથા અભક્તને મૃત્યુ પછી થનારી પ્રાપ્તિનું હૃદયમાં સ્પષ્ટીકરણ હોય. વિવેચન :– આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે ભગવાન…

પ્રતિપાદિત વિષયઃ દેહ છતાં મુત્યુનો ભય ટળી જવો. મુખ્ય મુદ્દાઃ ૧.મૃત્યુ એ પોતાના સમગ્ર જીવન દરમ્યાન કરેલાં સારાં–નરસાં કર્મોના સરવાળા – બાદબાકીના પરિણામનો દિવસ છે. ર.જીવન સુધારી પરમાત્મા સન્મુખ થવાથી મૃત્યુનો ભય દૂર થાય છે. ૩.જીવનસુધાર વિશ્વાસ, જ્ઞાન, શૂરવીરતા અને પ્રીતિથી થાય છે. વિવેચન :– આ વચનામૃત મૃત્યુનો ભય ટળી…

પ્રતિપાદિત વિષયઃ ક્રોધ, કામને મૂળથી ઉખેડવા વગેરે. મુખ્ય મુદ્દાઃ ૧. રજોગુણી, તમોગુણી માણસ અથવા દેવતા મહારાજને ગમતા નથી. ર. આત્મનિષ્ઠા, પંચ વર્તમાન અને મહારાજના મહિમાથી કામનો નાશ કરી શકાય છે. …ઈત્યાદિક. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે શંકર શબ્દનો શો અર્થ છે ? ત્યારે મુનિઓએ ઉત્તર કર્યો…

પ્રતિપાદિત વિષયઃ વાસનાવાળા ત્યાગી અને નિર્વાસનિક ગૃહસ્થ તે બેમાંથી મર્યા પછી કોની ઉત્તમ ગતિ થાય ? મુખ્ય મુદ્દા ૧. મૃત્યુ પછી ઉત્તમ ગતિ માટે નિર્વાસનિકપણું કારણભૂત છે. ર. સગવડતા, શક્તિ ને સમૃદ્ધિની હાજરીમા પણ નિર્વાસનિક રહેવું તે જ સાચી નિર્વાસનિકતા છે. વિવેચન :– મહારાજે આ વચનામૃતમાં પરમહંસો પ્રત્યે પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને જેવા છે તેવા જાણવા અને તેનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન જેવા છે તેવા જાણે તો ભગવાનનો દ્રોહ ન થાય. ર.ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તો પૂરા જાણી શકાય નહિ તો અધૂરા ગણાય. વિવેચન :– આ વચનામૃતમાં બુવાના કાનદાસજીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ભગવાન શે પ્રકારે…

પ્રતિપાદિત વિષયઃ બાધિતાનુવૃત્તિ તથા જીવની દેહને વિષે સ્થિતિ. મુખ્ય મુદ્દાઃ ૧.બાધિતાનુવૃત્તિ એ નિર્વિકલ્પ સ્થિતિની દૃષ્ટિએ કિંચિત્‌ઊણપ છે.ર.સામાન્ય ભક્તો જો આ પ્રક્રિયાને ન સમજી શકે તો શ્રેષ્ઠ ભક્તનો અવગુણ લઈ પાપમાં પડે છે.૩.જીવ માંસચક્રમા રહ્યો છે ને સામાન્ય સત્તાથી સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. વિવેચન :– આ વચનામૃત બાધિતાનુવૃત્તિનું છે. બાધિતાનુવૃત્તિ…

પ્રતિપાદિત વિષયઃ કારણ શરીરનો નાશ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિનું ધ્યાન અને વચનને હૃદયમાં ધારવાથી કારણ શરીરનો નાશ થઈ જાય છે. ર.હૃદયપૂર્વક આસ્તિક થઈને અધ્યાત્મવાર્તા સાંભળવાથી ને મનન કરવાથી મન નિર્વિષયી થાય છે.(કારણ શરીર ખોખલું થાય છે) વિવેચન :– આ વચનામૃત આંબલીનાં કચૂકાનુ અથવા તો કારણ શરીર ટાળ્યાનું છે. અહીં જીવના…

પ્રતિપાદિત વિષયઃ નિર્વિકલ્પ સમાધિ. મુખ્ય મુદ્દાઃ ૧.અષ્ટાંગયોગની સમાધિ કરતાં પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપી સમાધિ શ્રેષ્ઠ છે. ર.ભગવાનના ભક્તએ મન સાથે જરૂર વેર બાંધવું; તેમાં તેનુ જરૂર સારું થશે. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત…

પ્રતિપાદિત વિષયઃ યોગનિષ્ઠા તથા સાંખ્યનિષ્ઠા. મુખ્ય મુદ્દા         ૧.અભ્યાસ દ્વારા મનને કેન્દ્રિત કરી સુખ દુઃખથી પર થવું તે યોગદૃષ્ટિ છે. ર.આપાત રમણીય સુખોની પાછળ ભયંકર દુઃખો રહેલા છે તેને જોતા શીખવું તે સાંખ્યદૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે જે ભગવાનને વિશે અચળ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં પ્રીતિનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.પ્રિયતમની મરજી પ્રમાણે વર્તે એ પ્રીતિનું લક્ષણ છે. ર.ભગવાનને રાજી કરવા ભગવાનનું સાંનિધ્ય દૂર કરવુ પડતું હોય તો તે પણ કરવું પણ મરજી ન લોપવી. વિવેચન :– આ વચનામૃત પ્રીતિનું વચનામૃત છે. આ વચનામૃતમાં સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ભગવાનને વિષે પ્રીતિ હોય…