Posts Written BySwaminarayan Chintan

मुख्यतस्तु महत्कृपयैव भगवद् कृपालेशाद् वा ।। ३८ ।। ભક્તિ ઉત્પન્ન થવામાં મુખ્ય પણે તો મહાપુરુષોની કૃપાથી અને ભગવાનની કૃપાના લેશ માત્રથી ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય છે. જીવનમાં ભક્તિ આવવાનું મુખ્ય સાધન મહાપુરુષોની કૃપા છે ભક્તિ આવવાના અનેક સાધનો બતાવીને નારદજી સ્વાનુભવથી બતાવે છે. ભાગવતમાં વ્યાસજી પાસે પોતાનું વૃતાંત બતાવીને પોતાના…

लोकेऽपि भगवद् गुण श्रवण कीर्तनाद् ।।३७।। લોકમાં પણ ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન કરવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. અથવા તેને ભક્તિ કહેવાય છે એવી માન્યતા છે. સ્મરણની અપેક્ષાએ શ્રવણ અને કિર્તન લોકમાં સુગમ છે સૂત્રમાં શ્રવણને પ્રથમ લીધું છે. त्वं भावयोगपरिभावित हृत्सरोजे ।आस्ते श्रृतेक्षितपथो ननु नाथ पुंसाम् ।। भा.३-९-११ તૃતીય સ્કંધમાં…

अव्यावृतभजनात् ।। ३६ ।। અવ્યાવૃત ભજનથી ભક્તિ પ્રાપ્ત થાય છે. વિષયત્યાગ અને સંગત્યાગ એ બન્ને ત્યાગવાળી વાત કરી, હવે જે કરવાનું છે તેને કહે છે. અ+વિ+આવૃત આવૃત એટલે ઢાંકેલું અને વ્યાવૃત એટલે ખુલ્લુ વળી પાછું આવ્યવૃત એટલે ઢાંકેલું.-ગુપ્ત અંહિ બે વાર નિષેધ અને એકવાર વિધિ પણ બતાવવામાં આવ્યો છે તેનો…

तत् तु विषय त्यागात् संगत्यागत् च ।। ३५ ।। ભક્તિ વિષયનો ત્યાગ કરવાથી અને લૌકિક આસક્તિનો ત્યાગ કરવાથી પ્રાપ્ત થાય છે. विषयान् ध्यातः चितं विषयेषु विसज्जते ।मामनुस्मरतश्चितं मय्येव प्रविलियते ।। વિષયનું ચિંતવન કરવાથી મન વિષયમાં આસક્ત થાય છે અને ભગવાનનું ચિંતવન કરવાથી મન ભગવાનમાં લીન થાય છે. વિષયો બે પ્રકારના…

तस्याः साधनानि गायन्त्याचार्याः ।।३४।। આચાર્યો ભક્તિના સાધનોનું ગાન કરે છે. ‘उपदेश्यति ते ज्ञानं ज्ञानिनः तत्वदर्शिनः’ પરંતુ ભક્તિના વિષયમાં ગાન શબ્દ વાપર્યો છે જે ઉપદેશના અર્થમાં જ વપરાયો છે હૃદયમાં સુખ-દુઃખની જે સંવેદના થાય છે તેના ઉદ્ગાર ‘निवृततबैंकः उपगीयानम् ।’ ને ગાન કહેવાય છે ભક્તિની સંગીત કહેવામાં આવે છે. અને ભક્તિની…

तस्मात् सैवग्राह्या मुमुक्षिभिः ।।३३।। એટલા માટે ભક્તિ જ મુમુક્ષઓ એ ગ્રહણ કરવી જોઈએ. ભક્તિ સ્વયં ઉત્તમ સાધન છે અને પરમોત્તમ ફળ પણ છે માટે ભક્તિને જ મુમુક્ષુઓએ ગ્રહણ કરવી જોઇએ. મુક્તિની ઇચ્છાવાળો હોય તેને મુમુક્ષુ કહેવાય છે અજ્ઞાનનું ફળ જડતા છે. દુઃખથી, જડતાથી અને મૃત્યુથી આ જીવને છુટવું છે દુઃખથી…

न तेन राजपरितोषः क्षुधाशान्ति र्वा ।।३२।। આ સૂત્ર પ્રથમ સૂત્રને સ્પષ્ટ કરે છે જ્ઞાન માત્ર થી એટલે કે “રાજા આવા છે’ એવા જ્ઞાન માત્રથી રાજાને જાજુ મતલબ નથી હોતું પણ રાજાની સેવામાં વફાદારીમાં જોડાવાથી રાજા પ્રસન્ન થાય છે તેમ ભોજનનાં જ્ઞાન માત્રથી વ્યક્તિને તૃપ્તિ થતી નથી. પણ ભોજનનું સેવન(ભક્ષણ) કરવાથી…

राजगृहभोजनाद्विषु तथैव दृष्टत्वात् ।।३१।। નારદજી અંહિ દૃષ્ટાંત આપીને તે વાત સમજાવે છે જે રાજભવનમાં તથા ભોજનાદિકમાં એમ દેખવામાં આવે છે. એક માણસ રાજભવનમાં રાજાને મળવા ગયો અથવા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને મળવા ગયો. દ્વારપાળે તેને રોક્યો અને પુછ્યું કે તમે કોણ છો? તમારે શું કામ છે? ત્યારે પેલાએ નામ કહ્યું અને…

स्वयंफलरुपतेति ब्रह्मकुमाराः ।।३०।। સનત્કુમારોના મતે ભક્તિ સ્વયં ફલ સ્વરૂપા છે કોઈ સાધનના ફળરૂપા નથી. સનત્કુમારોનો મત એ નારદજીનો જ મત છે. કારણકે નારદજી સનત્કુમારોના શિષ્ય છે.(અને નાનાભાઈ છે.) સનત્કુમારોએ નારદજીને ઉપનિષદોમાં તત્વનો ઉપદેશ આપેલો છે. વળી શ્રીમદ્ ભાગવતની સપ્તાહ કથા પણ પ્રથમ સનકાદિકોએ નારદજીને સંભળાવેલી છે. તેથી સનકાદિકો અને નારદ…

अन्योन्या श्रयत्वमित्यन्ये ।।२९।। બીજા કોઈ આચાર્ય એવું માને છે કે જ્ઞાન અને ભક્તિ એક બીજાને આશ્રિત છે અર્થાત્ જ્ઞાનનું સાધન ભક્તિ છે અને ભક્તિનું સાધન જ્ઞાન છે.કોઈ આચાર્ય એવું પણ માને છે કે જ્ઞાનનું સાધન ભક્તિ છે. ‘वासुदेवे भगवति भक्तियोगः प्रयोजितः जनयत्याशु वैराग्यं ज्ञानं च यअहैतुकम् (भाग.)भक्त्या त्वनन्यया लभ्य अहमेवंविधोऽर्जुन…

तस्याः ज्ञानमेव साधनमित्येके ।। २८ ।। જ્ઞાન તે ભક્તિનું સાધન છે એવું કેટલાક(આચાર્યો) માને છે. ભક્તિમાં વિઘ્ન કરનાર ખાસ કરીને અભિમાન છે તે દૂર થઈને ભક્તિ હૃદયમાં કેમ આવે તેના સાધનો જુદા જુદા મત પ્રમાણે કહે છે. કેટલાક આચાર્યો કહે છે કે સર્વ જગત્ કારણ ભગવાન છે ઈત્યાદિક શ્રૃતિઓમાં ભગવત્…

ईश्वरस्याभिमान द्वेषित्वाद् दैन्यप्रियत्वाद् च ।। २७।। ઈશ્વરને પણ આભિમાન સાથે દ્વેષ છે અને દીનતાની સાથે પ્રીતિ કરે છે. ભક્તિ કરવામાં મોટામાં મોટું નિઘ્ન છે અભિમાન. ભગવાનને પાપીઓ પ્રત્યે દ્વેષ નથી. ભગવાન પાપીઓ ઉપર પણ દયા કરે છે. ભગવાને કહ્યું છે કે ‘अपि चेत् सुदुराचारो’ પાપી હોય તો પણ તે ક્યારેક…

फलरुपत्वात् ।।२६।। ભક્તિ, કર્મ જ્ઞાન અને યોગથી શ્રેષ્ઠ શા માટે છે? તો ફળરૂપ હોવાથી-એ તેનો ઉત્તર છે. ભક્તિ ફળ સ્વરૂપા છે. એ વાત સાચી છે કે કર્મ, જ્ઞાન કે યોગ પણ સાવધાન પણે કરવામાં આવે તો તે પણ કલ્યાણ ને આપવા વાળા બને છે પરંતુ ભક્તિની વાત અલગ છે ભક્તિ…

सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ।।२५।। ભક્તિ, કર્મ જ્ઞાન અને યોગથી પણ શ્રેષ્ઠ છે. જેના હોવાથી જે હોય અને ન હોવાથી ન હોય તેને પરાધીનતા કહેવાય. મહાત્મ્ય જ્ઞાન હોય ત્યારે જ પ્રેમ ભક્તિ હોય અને મહાત્મ્ય જ્ઞાન ન હોય તો પ્રેમ તે કામ બની જાય છે-ત્યારે આતો ભક્તિ જ્ઞાનને આધિન બની ગઈ…

नास्त्येव तस्मिंतत्सुखसुखित्वम् ।।२४।। જાર પ્રેમમાં પ્રિયતમના સુખમાં સુખી થવાનું હોતું નથી. મહાત્મ્ય જ્ઞાન વિનાનો જે પ્રેમ છે તે ઈન્દ્રિયોપલબ્ધિ પરક બની જશે અર્થાત્ ઈન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ બની રહેશે. તે પ્રેમ નથી પણ ભોગ છે કોઈ ફુલમાં કોઈને પ્રીતિ થઈ તો તેને તોડી લે છે, સુંઘે છે, થોડીવાર પોતાની…

तद्विहीनं जाराणामिव ।।२३।। તે મહાત્મ્ય જ્ઞાન રહિત જે પ્રેમ હોય છે તે જાર પ્રેમ છે-કામીને સમાન પ્રેમ છે. (સાચી ભક્તિ નથી.) મહાત્મ્ય જ્ઞાન વિના પણ અવતાર કાળમાં ભગવાન ને પ્રેમ થઈ જાય તો તેનું પરમ મંગલ થઈ જાય છે. તો પછી મહાત્મ્ય જ્ઞાનની વિસ્મૃતિને કલંક શા માટે ગણવું જોઈએ? અને…

न तत्रापि माहात्त्म्यज्ञान विस्मृत्यपवादः ।।२२।। ત્યાં(ગોપીઓમાં)પણ મહાત્મ્યજ્ઞાનની વિસ્મૃતિનું કલંક નથી. સંસ્કૃતમાં અપવાદ શબ્દનો એક અર્થ કલંક એવો થાય છે. પ્રેમનો સ્વભાવ છે કે તે જ્યારે વધે છે ત્યારે તેમાં પ્રિયતમનો મહિમાં ભૂલાય જાય છે. પરંતુ મહાત્મ્યજ્ઞાનનું ભૂલાય જવું એ ભક્તિમાં ભક્તને માટે કલંકરૂપ નથી. એ તો પ્રેમના ભૂષણરૂપ છે. પ્રેમનો…

यथा व्रजगोपिकानाम् ।।२१।। જેમ કે નારદજીએ કહેલુ લક્ષણ સંપૂર્ણ પણે ગોપીઓમાં જોવામાં આવે છે. ભક્તિ કરવામાં હઠીલા પણું હોવું જોઈએ. નહિ તો શરીર ઈન્દ્રિયો વિગેરે ભક્તિ કરવા દે તેવા નથી. માટે તેની સાથે હઠીલાઈ કરે ત્યારે ભક્તિ થઈ શકે છે ‘बुध्धेः फलमनाग्रहः’ બુદ્ધિમાન વ્યક્તિ આગ્રહ છોડી દે છે પરંતુ ભક્તિમાં…

अस्तु एवमेव ।।२०।। હા, પ્રેમનું યથાર્થ રૂપ એવું જ છે.ઓગણીશમાં સૂત્રમાં જે લક્ષણ બતાવ્યુ તે સમસ્ત કર્મનું અર્પણ અને વિરહમાં પરમ વ્યાકુળતા એ ભક્તિની પરમ દૃઢતાનું લક્ષણ છે તે લક્ષણમાં આગળના સૂત્રોમાં આપેલ લક્ષણો અંતર્ભાવિત થઈ જાય છે પરંતુ આ લક્ષણ તે લક્ષણોમાં સંપૂર્ણ પણે અંતર્ભાવિત થઈ શક્ત નથી માટે…

नारदस्तु तदर्पिताखिलचारता तद्विस्मरणे परम व्याकुलता च ।।१९।। નારદજી કહે છે કે પોતાના સંપૂર્ણ કર્મ પરમાત્માને અર્પણ કરવા તથા ભગવદ્ વિસ્મૃતિમાં પરમ વ્યાકુળતા અનુભવાય તેને ભક્તિની દૃઢતા કહેવાય. નારદજીનું કહેવું છે કે કેવળ એક અંગ-પૂજામાં અથવા કથામાં અનુરાગ થઇ જાય પછી ભલે તે અનુરાગ આત્મરતિમાં વિરોધી ન હોય તો પણ પુરતુ…

आत्मरति अविरोधेन इति शांडिल्यः ।।१८।। શાંડિલ્ય ઋષિનો મત એમ છે કે પૂજા કરો કે કથા સાંભળો-કરો કોઈ પણ ભક્તિ કરો પણ તે ભક્તિ આત્મરતિમાં વિરોધી ન હોવી જોઈએ. આત્મસ્વરૂપના આર્વિભાવમાં વિરોધરૂપ ન થવી જોઈએ એવી રીતે થવી જોઈએ. અથવા તો એમ કહો કે આત્મરતિ એટલે પરમાત્મરતિ કારણ કે પરમાત્મા સર્વના…