Posts Written ByGurukul Arts

ધન્યાશ્રી નિર્બળથી નથી નીપજતું એ કામજી; શીદ કરે કોઈ હૈયામાંહી હામજી; ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી. ૧ ઢાળ સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન; તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ મન. ૨ ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ; પામું હરિ કે પાડું પંડને, કરું…

ધન્યાશ્રી દૃઢ વિચાર એમ કરી ધ્રુવે મનજી, વેગેશું ચાલિયા વળતા વનજી; મારગમાં મળ્યા નારદમુનિ જનજી, તેણે કહ્યાં બહુ હેતનાં વચનજી. ૧ ઢાળ વચન કહ્યાં બહુ હેતનાં, વળી આપ્યો મંત્ર અનુપ; પછી અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ. ૨ પાંચ વરસના એક પગે, ઊભા અચળ અડગ થઈ; બહુ બલાઉ…

ધન્યાશ્રી વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી; સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી. ૧ ઢાળ ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ; એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ. ૨ આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટિ એહ પરિયાણની; અપરમાયે પણ એમ જ કહ્યું, થઈ દૃઢ…

( રાગ : રામગ્રી ) ભક્ત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી; લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભક્ત૦ ૧ અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કા’ય; પ્રાણધારીને પીડે નહિ રે, પર પિડ્યે પિડાય. ભક્ત૦ ૨ પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે; દુષ્ટ આવે કોઈ દમવા, તેને…

શ્લોક ૨૮-૪૭ મોહથી વ્યાપેલા અર્જુનના કાયરતા,સ્નેહ અને શોકભરેલા વચનો અર્જુન બોલ્યા दृष्ट्‌वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्‌।।२८।।सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते।।२९।।गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते।न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन:।।३०।। અર્થઃ હે કૃષ્ણ ! યુદ્ધક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન-સમુદાયને જોઈને મારાં અંગો શિથિલ થઈ…

ધન્યાશ્રી પ્રગટ્યા નૃસિંહજી પ્રહ્‌લાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી; માગો માગો પ્રહ્‌લાદ મુજથકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી. ૧ ઢાળ આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ; પ્રહ્‌લાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી. ૨ મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશોમા કોઈને; પંચ…

પ્રતિપાદિત વિષય : ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્પષ્ટીકરણ. મુખ્ય મુદ્દો : વિષયમાં લોપાવું નહીં અને વિષય તેને લોપી શકે નહીં. વિવેચન :– વિગતઃ રાગ – આસક્તિઃ ઈતિ વૈરાગ્યઃ । રંજયતિ ઈતિ રાગઃ।જેનાથી આપણે રાજી થઈએ છીએ એને રાગ કહેવાય છે. માણસ રાગથી રાજી થાય છે, પદાર્થથી નહીં. જેમા અનુકૂળતાની કલ્પના કરી…

ધન્યાશ્રી વળી પ્રહ્‌લાદની કહું સુણો વાતજી, તેહપર કોપિયો તેનો તાતજી; ઊઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી. ૧ ઢાળ ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહ્‌લાદ ક્યાં ગયો; દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો. ૨ પ્રહ્‌લાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ; હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે…

ધન્યાશ્રી નથી હરિજનને ધીરજસમ ધનજી, કામ દામ આવે એ દોયલે દનજી; જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી. ૧ ઢાળ વિઘન આવે વણચિંતવ્યાં, સુર અસુર ને નર થકી; જોખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી. ૨ આદ્ય અંતે મધ્ય માંય, ભક્તે સુખ શું શું ભોગવ્યું;…

શ્લોક ૨૦-૨૭ અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગअथ व्यवस्तिान्‌ दृष्टवा धार्तराष्ट्रान्‌ कपिध्वज: प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम्य पाण्डव:।।२०।।हृषीकेश तदा व्यक्यमिदमाह महीपते। અર્થઃ હે રાજન્‌! તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર-સંબંધીઓને જોઈને, શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હૃષીકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. अथ શબ્દનું તાત્પર્ય એ છે કે હવે…

ધન્યાશ્રી કહો ભાઈ આપણે કરિયે કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી એમજી; કોણ જાણે કેમ રહેછે એ ક્ષેમજી, હવે જેમ મરે કરો સહુ તેમજી. ૧ ઢાળ તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે કૂપ; મરી જાશે કે ભોરંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ. ૨ તેમાં નાખ્યે પણ નવ મર્યા, ત્યારે…

( રાગ : રામગ્રી ) પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાખ્ય પ્રહ્‌લાદને, બાંધી હાથીને પાયે. પદાતિ૦ ૧ ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહ્‌લાદ ઉગર્યા, સહુએ દીઠા છે દૃગે. પદાતિ૦ ૨ ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તેતો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં.…

ધન્યાશ્રી કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મૂકાવો આની તમે ટેકજી; આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઉઠિયા અસુર અનેકજી. ૧ ઢાળ અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ; રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઉગરીએ. ૨ અસુરકુળ કાનનનો, કાપનાર આ છે કુઠાર; જેમ…

ધન્યાશ્રી એવા સુણી બાળકના બોલજી, શંડામર્કે કર્યો મને તોલજી; આતો વાત ચઢી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ ખોલજી. ૧ ઢાળ ખોલી મર્મ ખરું કહ્યું, પ્રહ્‌લાદ તમારો જે તન; તેતો ભક્ત છે ભગવાનનો, એ મેં જોઈ લીધું રાજન. ૨ આસુર વિદ્યા એની જીભે, ભૂલે પણ ભણશે નહિ; બીજા બાળકને બગાડશે,…

ધન્યાશ્રી ત્યારે પ્રહ્‌લાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી; એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી. ૧ ઢાળ અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ; ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ. ૨ પ્રહ્‌લાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક; તેને તર્ત…

ધન્યાશ્રી જેહને થાવું હોય હરિભક્તજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી; વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જક્તજી. ૧ ઢાળ જક્ત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ; શુદ્ધ ભક્ત શ્રીહરિતણા, થાવું જેવા જન પ્રહ્‌લાદ. ૨ પ્રહ્‌લાદ ભક્ત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત; હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું…

( રાગ રામગ્રી ) ભક્ત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ; સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ; ભક્ત૦ ૧ દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન; એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન; ભકત૦ ૨ વિપત આવે વણ વાંકથી, તેતો સહે જો શરીરે; ઉપહાસ કરે…

ધન્યાશ્રી જેના કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી; સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી. ૧ ઢાળ કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર; ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર. ૨ જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર; દરજી કસે…

ધન્યાશ્રી શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી; સુખદુઃખ આવે જો તેમાં દિન રાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી.૧ ઢાળ કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન; દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન. ૨ વણતોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને; સદાય…

ધન્યાશ્રી આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી; સમજી વિચારી કર્યાં ઉલ્લંઘનજી, ભાવશું ભજ્યા શ્રીભગવનજી. ૧ ઢાળ ભજ્યા ભગવાન ભાવશું, સાબિત કરી શિર સાટ; લાલચ મેલી આ લોક સુખની, લીધી અલૌકિક વાટ. ૨ તે ભક્ત પ્રહ્‌લાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જયદેવ; વિભીષણ અંબરીષ આદિ, ભજ્યા હરિ તજી બીજી…

ધન્યાશ્રી, સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. ૧ ઢાળ પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ; દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ. ૨ અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ; પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ. ૩…