Posts Written ByGurukul Arts

ધન્યાશ્રી તેને મેં કરી બહુબહુ વિનતિજી, પણ વાઘે ન માની મારી એક રતિજી; મારે તો પડિ ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ્ય શુભમતિજી. ૧ ઢાળ શુભમતિ સાંભળ્ય સહિ, મૃગપતિ ન મૂકે મુખથી; બહુ દિને મળ્યો બાળક તારો, ઘણું પિડાણો હતો ભૂખથી. ૨ એમ કરતાં હોય ઉગારવો, તો તું…

સગુણ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગનો વિષય શ્રીભગવાન બોલ્યા इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्‌।विवस्वान्‌मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्‌।।१।। અર્થઃ આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. અહીં इमम्‌योगम्‌ શબ્દથી કર્મયોગ કહ્યો છે. કારણ કે ભગવાને જે પરંપરાનો ઉલ્લેખ-સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ વગેરે…

ધન્યાશ્રી વળી કહું વાત એક અનુપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી; નામ મયૂરધ્વજ સદાય સુખરુપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી. ૧ ઢાળ હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ; ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ. ૨ કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય; યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા…

( રાગ : સિંધુ ) કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા; જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા. કઠણ૦ ૧ જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું; ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ…

ધન્યાશ્રી ફૂટયું જળ ઠામ કૂપ ઉંડો અપારજી, પ્યાસા રહ્યાં એહ રાજા સહિત ચારજી; પડ્યું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી. ૧ ઢાળ વિચાર કરી એમ બોલિયા, મળ્યું અન્ન કેટલેક દન; ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન. ૨ ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મ…

ધન્યાશ્રી સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી; સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી. ૧ ઢાળ કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ; પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ. ૨ એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ; એકાદશ વરસ અન્ન પો’ચિયું,…

ધન્યાશ્રી જ્યારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તૂલજીઃ દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથીનથી એમાં ભૂલ્યજી. ૧ ઢાળ ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિનાપૈસે પૂરો ન થાય; તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય. ૨ નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની…

ધન્યાશ્રી માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી ૧ ઢાળ અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો; માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો. ૨ ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન; એથી અધિક બીજું…

( રાગ : સિંધુ ) રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી; ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મૂંડ મારી. રાણી૦ ૧ રખે અડર નર ડરે ડરતો, થર થર થર કર કરીશમા જો; ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વળતાં દિલે…

સાંખ્યયોગનો વિષય ભગવાન બોલ્યા अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता:।।११।। અર્થઃ હે અર્જુન ! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતાં રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.…

ધન્યાશ્રી વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી; ગયા ત્યારે ત્યાં ડશ્યો કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી. ૧ ઢાળ ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર; તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર. ૨ તે શબ લાવ્યા ગંગાતટે, ચે’ રચી મૂકે છે આગ;…

ધન્યાશ્રી રાણી રોહીદાસનું દ્વિજ દઈ ધનજી, તેડી ગયો તેહને નિજ ભવનજી; હરિશ્ચંદ્ર એક રહ્યો રાજનજી, તે પણ વેચાણો શ્વપચને સદનજી. ૧ ઢાળ શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેરે રહ્યા રોહિદાસ; તારા તે પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ. ૨ તારા ખાંડી દિયે તાંદુલાં, પીસી દિયે ગોધૂમ આદિ અન્ન; જળ ભરે…

ધન્યાશ્રી મળિયો મારગ ચાલિયાં ચોંપેજી, પડે આખડે પગ પાછા ન રોપેજી; પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી, નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી. ૧ ઢાળ ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ; આપે શાપ તો આપણને, એવો ત્રણેને મને ત્રાસ. ૨ અન્ન વિના અચેત અતિ, ગતિ થોડી થોડી…

ધન્યાશ્રી ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી; ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી. ૧ ઢાળ ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ; દઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ. ૨ ખેર કેર ખજુરી ખરાં, બાવળ કંટાળા બોરડી;…

( રાગ : સિંધુ ) સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા; આપે અમાપે તાપે તપે નહિ કેદી, અડગ પગ મગે પરઠે એવા. સત્ય૦ ૧ જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે; અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્ય૦…

ધન્યાશ્રી વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી; ત્યાં સુધી કરજો કાશીમાંહિ વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી. ૧ ઢાળ તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી; ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દૃઢ ધીરજ મનમાં ધરી. ૨ રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ; સો સો…

ધન્યાશ્રી ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી; પછી હાથ જોડી કરી વિનતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી. ૧ ઢાળ માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ; ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ. ૨ પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત; તો મેં જે માગ્યું તે…

અર્જુનની કાયરતાના વિષયમાં શ્રીકૃષ્ણાર્જુન સંવાદ સંજય બોલ્યા तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्‌।विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदन:।।१।। અર્થઃ આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. પ્રથમ અધ્યાયના અંતમાં ધૃતરાષ્ટ્રે સંજયના મુખથી સાંભળ્યું કે, અર્જુને ધનુષ્યબાણ ફેંકી દીધાં અને ‘લડાઈ નહિ કરું.’ એમ…

ધન્યાશ્રી જુઓ હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઈન્દ્રજી; ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી. ૧ ઢાળ મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ; એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ. ૨ એને દાને કરી ડોલિયું, મારું અચળ ઈન્દ્રાસન; માટે રાખો કહું…

ધન્યાશ્રી હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈયેજી; એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી. ૧ ઢાળ પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર; કાચા સાચા સુખને, નવ પામે નિરધાર. ૨ અજાર ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી; એવા ભક્ત જક્તમાં ઘણા, તેની વાત…

ઈચ્છયા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઈચ્છયા૦ ૧ ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઈચ્છયા૦ ૨ અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવા ને આવા; મોટું બંધન છે માયાતણું, તેમાં ન દેશો…