(સરલ વરતવે છે સારું રે મનવાં’ એ ઢાળ) કરીયે રાજી ઘનશ્યામ રે સંતો૦ તો સરે સરવે કામ રે. સંતો૦ ટેક મરજી જોઈ મહારાજના મનની, એમ રહીયે આઠું જામ; જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે. સંતો૦ ૧ તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ; અચળ…
Posts Written ByGurukul Arts
ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૦૫ થી ૦૮
ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનું વર્ણન શ્રી ભગવાન બોલ્યા पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्त्रश:।नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।५।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પાર્થ ! મારાં સોએ-સો, અને હજારો-હજાર નાના પ્રકારનાં, અનેક વર્ણવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિક રૂપોને તું જો ।।૫।। पश्य मे पार्थ रूपाणि અર્જુનની સંકોચપૂર્વકની પ્રાર્થનાને સાંભળીને…
કડવું-42
ધન્યાશ્રી પછી પાંચે થયા નળપ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી; નાખી નળકન્ઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી. ૧ ઢાળ નિરાશી નર અમર ગયા, ત્યારે ઈન્દ્રે કર્યો ઉપાય; આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર્ય નળમાંય. ૨ ત્યારે નળ મતિ રતિ નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ; રાજ સાજ સુખ સમૃદ્ધિ,…
કડવું-39
ધન્યાશ્રી આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તેતો પરલોકના સુખને કાજજી; એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી. ૧ ઢાળ ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત; ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત. ૨ અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય; તેતે…
કડવું-38
ધન્યાશ્રી શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી; તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી. ૧ ઢાળ તપાસ કરી તને મને, ત્રાજું મગાવ્યાં તે વાર; કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર. ૨ કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ; તોય ત્રાજું નવ ઉપડ્યું,…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૨૪ થી ૩૨
ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।। અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે. ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૧૯ થી ૨૩
યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।। અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની…
કડવું-31
ધન્યાશ્રી ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી; આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧ ઢાળ જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને; પુત્ર પ્રજાને પાળજો,…