ધન્યાશ્રી એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી; તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી. ૧ ઢાળ ધન્યધન્ય એહ જનને, જેણે શિશ સાટે સોદો કર્યો; તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો. ૨ લીધો સિંદોરો શિશ હાથમાં, તેહ સાથ જોવા…
Posts Written ByGurukul Arts
ગીતા અધ્યાય-૧૨, શ્લોક 13 to 20
ભગવત્પ્રાપ્ત પુરુષોનાં લક્ષણો अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च।निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी।।१३।।सन्तुष्ट: सततं योगी यतात्मा दढनिश्चय:मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय:।।१४।। અર્થ : સર્વ ભૂત પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરુણા રાખનારો, મમતાએ રહિત અને અહંકારે પણ રહિત, સુખ-દુઃખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય…
ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૫૧ થી ૫૫
અનન્યભક્તિ વિના ચતુર્ભુજરૂપનાં દર્શનની દુર્લાભતાનું અને ફળસહિત અનન્યભક્તિનું કથન અર્જુન બોલ્યા दृष्टवेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत:।।५१।। અર્થ : અર્જુન કહે છે-હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાંતિકર માનુષ રૂપ જોઈને હમણાં હું સ્થિરચિત્ત થયો છું અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૫૧।। અનવધિકાતિશય…
કડવું-52
ધન્યાશ્રી વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી; આપે જ્ઞાનદાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી. ૧ ઢાળ અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ; જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ. ૨ એમ કરતાં આવિયા, નારદ નારાયણસર; દીઠા સામટા સહસ્ર દશ,…
ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૩૫ થી ૪૬
ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતિ અને ચતુર્ભુજરૂપનું દર્શન કરવા માટે પ્રાર્થના સંજય બોલ્યા एतत् श्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी।नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीत: प्रणम्य।।३५।। અર્થ : સંજય કહે છે-કેશવ ભગવાનનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર-થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઈ જઈને પ્રણામ…
કડવું-49
ધન્યાશ્રી એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી; સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી. ૧ ઢાળ મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે; કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. ૨ ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની…
ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૩૨ થી ૩૪
ભગવાન દ્વારા પોતાના પ્રભાવનું વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરવો શ્રી ભગવાન બોલ્યા कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्त:।ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा:।।३२।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે…
ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૧૫ થી ૩૧
અર્જુને ભગવાનનું વિશ્વરૂપ જોવું અને એમની સ્તુતિ કરવી અર્જુન બોલ્યા पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंधान्।ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान्।।१५।। અર્થ : અર્જુન કહે છે-હે પ્રકાશમૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને તથા અનેક ભૂતોના સમુદાયોને તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને તથા શંકરને તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું…
કડવું-46
ધન્યાશ્રી વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી; તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી. ૧ ઢાળ રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર; આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર. ૨ ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત; ભક્ત તમારો નામ વિભીષણ,…
ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૦૯ થી ૧૪
સંજય દ્વારા ધ્રુતરાષ્ટ્રને ઉદેશીને વિશ્વરૂપનું વર્ણન સંજય બોલ્યા एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरि:।दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्।।९।। અર્થ : સંજય કહે છે કે-હે રાજન્મહાયોગેશ્વર અને સ્મરણમાત્રથી પાપને હરનારા ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહીને તુરત જ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૯।। ભગવાને કહ્યું કે, હું તને દિવ્યચક્ષુ આપું છું તેનાથી…