Posts Written ByGurukul Arts

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના માર્ગમાં બળ પ્રાપ્તિના ઉપાયો. મુખ્ય મુદ્દાઃ ૧.સત્તારૂપે રહેતાં રહેતાં જીવમાં વિવેકબળ આવે છે.ર. ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ બળ પામવાનો મોટો ઉપાય નથી.૩.ભગવાનના ભક્તની સેવા કરવાથી જીવમાં તત્કાળ બળ પમાય છે. વિવેચન :– આ વચનામૃત વિવેકબળની પ્રાપ્તિનું છે. મુક્તાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ…

પ્રતિપાદિત વિષયઃ અવતાર–અવતારી ભેદ. મુખ્ય મુદ્દાઃ ૧.વ્યાસજીએ કરેલા શાસ્ત્રોને આધારે બધા અવતાર સરખા નથી. તે જ માપદંડને આધારે મહારાજ બીજા અવતાર જેવા નથી પણ અવતારી છે. ર.સૃષ્ટિ કરવામાં ભગવાનને દાખડો કરવો પડતો નથી એ તો લીલા છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે ભગવાનના જે અવતાર છે…

આત્મ-ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવત્પ્રાપ્ત પુરુષનાં લક્ષણો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्‌।आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:।।५।। અર્થઃ પોતાના વડે પોતાનો સંસાર-સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે; કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર કે શત્રુ છે. उद्धरेदात्मनात्मानम्‌…પોતાની જાતથી પોતાનો ઉદ્ધાર કરવો-એનું તાત્પર્ય એ છે કે, પ્રાકૃત પદાર્થ, વ્યક્તિ, ક્રિયા અને સંકલ્પમાં આસક્ત…

કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષનાં લક્ષણો શ્રીભગવાન બોલ્યા अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य:।स संन्यासी च योगी च निरग्निर्न चाक्रिय:।।१।। અર્થઃ કર્મફળનો આશ્રય લીધા વિના જે શાસ્ત્રમાં કહેલા કર્તવ્યકર્મો કરે છે તે સંન્યાસી છે, યોગી છે; જે યજ્ઞનો કે કર્મમાત્રનો ત્યાગ કરે છે તે સંન્યાસી કે યોગી નથી. अनाश्रित: कर्मफलम्‌-આ…

ભક્તિસહિત ધ્યાનયોગનું વર્ણન स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो:।प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ।।२७।।यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण:।विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स:।।२८।। અર્થઃ બહારના વિષયભોગોને બહાર જ રાખીને, દૃષ્ટિને બે ભવાં વચ્ચે સ્થિર કરીને, નાક વાટે આવતા જતા પ્રાણ અને અપાન વાયુની ગતિ સમાન કરીને જેણે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યાં છે, જે ઈચ્છા, ભય અને ક્રોધથી…

જ્ઞાનયોગનો વિષય सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी।नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्‌।।१३।। અર્થઃ જે દેહધારી પુરુષ પોતાના સ્વભાવને વશ કરે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તે કંઈ કર્યા વિના નવદ્વારવાળા આ દેહમાં સુખેથી રહે છે. वशी देही-ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં મમતા-આસક્તિ હોવાથી જ તેઓ સાધક ઉપર…

( રાગ : ધોળ ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એ ઢાળ આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહા મોંઘી વાત રે; કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તેતો મને મળિયા સાક્ષાત રે; આજ૦ ૧ રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે; હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તેતો કે’તાં આવે…

( રાગ : કડખો ) ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધારમાપતિ; માન અપમાનમાં મન હટક્યું નહિ રે, સમ વિષમે રહિ એક મતિ. ધન્ય૦ ૧ સુખ દુઃખ સમતોલ સમઝયા સહી, અરિ મિત્રમાં રહી એકજ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમજ્યા સંત એમ વાત સૂધી. ધન્ય૦…

ધન્યાશ્રી ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી; ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી. ૧ ઢાળ ધામ પામશે પ્રભુતણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ; અટળ સુખ આનંદ અતિ, તેતો કોટિ કવિ ન શકે કહી. ૨ દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે; દિવ્ય પદારથ…

ધન્યાશ્રી હરિજનને છે એક મોટું જ્યાનજી, જો આવી જાયે અંગે અભિમાનજી; તો ન ભજાયે કેદી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એકતાનજી. ૧ ઢાળ તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતાં; મળે તો મહા સુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતાં. ૨ જેમ ભાંડ બાંડ ના’વે ભિડ્યમાં, કુલક્ષણાની જાણે કળા;…

જ્ઞાનનો મહિમા श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परंतप।सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।।३३।। અર્થઃ હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. અત્યાર સુધી ભગવાને સર્વ કર્મોને જ્ઞાનાકારતા બતાવી, कर्मणि अकर्म य: पश्येत्‌ વગેરે વાક્યોથી હવે અધ્યાય સમાપ્તિ સુધી જ્ઞાનની પ્રશંસા કરતાં…

ધન્યાશ્રી વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજ્યા વિના હરિ ન ભજાયજી; હરિ ભજ્યા વિના ભક્ત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભક્તપણું લજાયજી. ૧ ઢાળ લજજા જાય આ લોકમાં, પરલોકે પણ પહોંચે નહિ; એવી ભક્તિ આદરતાં, કહો ભાઈ કમાણી સહિ. ૨ જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની;…

ધન્યાશ્રી થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી; વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા અધિક એક એકથીજી. ૧ ઢાળ એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન; તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન. ૨ કઠણ કસણી સહી શરીરે, કાઢયો મેલ માંહેલો…

( રાગ : કડખો ) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા; સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા. ક્ષમા૦ ૧ રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એતો અંગો અંગમાં શોભા આપે; કાચ ભાંગે તો કામ આવે…

ધન્યાશ્રી પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી; આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી. ૧ ઢાળ તતકાળ તેને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ; ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ. ૨ આવ્યા અરિના હાથમાં, હવે ઉગર્યાની આશા સહિ; જોઈ…

જ્ઞાનસહિત પ્રકૃતિ-પુરુષનો વિષય प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उभावपि।विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्‌।।१९।। અર્થ : પ્રકૃતિ-માયા અને પુરુષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમજ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૯।। અહીં પ્રકૃતિ-શબ્દ સમગ્ર ક્ષેત્ર(જગત્‌)ના કારણરૂપી મૂળ પ્રકૃતિને માટે વપરાયો છે. સાત પ્રકૃતિવિકૃતિ (પંચમહાભૂત, અહંકાર અને મહતત્ત્વ), સોળ વિકૃતિ(દસ…

ધન્યાશ્રી વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી; જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્તિ દોય દિવસ ને રાતજી. ૧ ઢાળ રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી; જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી. ૨ બ્રાહ્મણ ને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય…

ધન્યાશ્રી વળી કહ્યું એક શિલોંચ્છવૃત્તિ ધારીજી, વીણે એક કણકણ ધર્મ વિચારીજી; ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી. ૧ ઢાળ ચારે બેઠાં જ્યારે જમવાને, હતો સાથુ શેર જુગલ; ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ. ૨ આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો…

ધન્યાશ્રી સુણો એક મુદ્‌ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિતજી; કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રીતજી. ૧ ઢાળ કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા; અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા. ૨ જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને…

( રાગ : કડખો ) સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચા સર્વેર્ આચરણ એનાં; ખાતાં પીતાં સૂતાં જાગતાં જાણિયે, ઉપદેશરૂપ અનૂપ તેનાં. સાચા૦ ૧ હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતાં દેતાં બોલતાંમાં કળી લૈયે; જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન કળાય એહ કહો તૈયેં, સાચા૦ ૨ કરતાં…

જ્ઞાનસહિત ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિષય ભગવાન બોલ્યા इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते।एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद:।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાનીજનો કહે છે.…