वेदानपि संन्यस्यति केवलमविछिन्नानुरागं लभते ।।४९ ।।
જેઓ વેદોનો પણ ત્યાગ કરે છે અને કેવળ અખંડ ભગવત્ પ્રેમને જ પ્રાપ્ત કરે છે (પ્રાપ્ત કરવા ઇચ્છે છે.)
વેદોનો પણ ત્યાગ કરે છે એનો અર્થ એ છે કે ભગવાનનો ભક્ત આવશ્યક વૈદિક કર્મો તો કરે છે પરંતુ તે કર્મો કોઈ વસ્તુ મેળવવા માટે અથવા કોઈ દોષથી બચવા કે કોઇ અશુભથી છુટવા માટે નથી કરતો પરંતુ મારા માલિકની આજ્ઞા છે એમ જાણીને તેને પ્રસન્ન કરવા અને તેનો અનુરાગ પામવા માટે કરે છે. તેને તો કેવળ પરમાત્મામાં અનુરાગ માત્ર જ જોઇએ છે માટે કરે છે.
यदा यमनुगृह्णाति भगवान पुरुषः परः ।
स त्यजेत मतिं लोके वेदे च परिनिष्ठिताम् ।। भाग.४-२९-४६
જ્યારે ભગવાનનું ભજન-ચિંતન-ધ્યાન કરતા કરતા પરમ પુરુષ પરમાત્માનો અનુગ્રહ થાય છે ત્યારે તે પુરુષ લોકાચાર અને વૈદિકાચારમાં અત્યંત નિષ્ઠા રાખવાવાળી બુધ્ધિનો ત્યાગ કરી દે છે.
ग्रन्थमभ्यस्य मेधावी ज्ञानविज्ञान तत्परः ।
पलालमिव धान्यार्थी त्यजेद्ग्रन्थ मशेषतः ।।
ज्ञानविज्ञानतो भक्तिं परमां प्राप्त कोविदः ।
पलालमिव तज्ज्ञानं विज्ञान च परित्यजेन् ।।
જ્ઞાનવિજ્ઞાન મેળવવા તત્પર એવા સાધકે જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરીને ગ્રંથનો પરાળની જેમ ત્યાગ કરે છે અને પરમાત્મામાં અનન્ય ભક્તિ પ્રાપ્ત કરીને જ્ઞાન વિજ્ઞાનનો પણ કચરાની માફક ત્યાગ કરે છે અને કેવળ અનન્ય ભક્તિને જ પામી રહે છે.
नायं आत्मा प्रवचनेन लभ्यः न मेघया न बहुना श्रृतेन यमेवेश वृशृते…
અહિં પ્રવચનનું તાત્પર્ય વેદનો અભ્યાસ અને તેનું પાઠન-પઠનથી છે. તેનાથી પરમાત્માને પમાતુ નથી, તીવ્ર બુધ્ધિથી નથી પમાતું, અનેક શાસ્ત્રોના અભ્યાસથી નથી પમાતું. જે પરમાત્માને વરણીય બન્ને છે ભગવાન પોતાની જાતને પણ તેને આપી દે છે અર્થાત તેમાં અનુરાગી આત્માઓજ તેને વરણીય બને છે જે આત્માઓ તેનું વરણ કરે છે અને તેને અધીન પોતાની જાતને કરી દે છે.