कामक्रोधमोहस्मृतिभ्रंश बुध्धिनाशसर्वनाश कारणत्वात् ।।४४।।
કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ, બુધ્ધિનાશ અને સર્વનાશ એ તમામનું કારણ કુસંગ હોવાથી-
ध्यायतो विषयान् पुंसः संगस्तेपूपजायते ।
संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ।।
क्रोधात्भवति संमोहो संमोहात् स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशांत् बुध्धिनाशः बुध्धिनाशात् प्रणश्यति ।। गी.-२-६२/६३
એજ વાતને ભાગવતમાં થોડી વિશેષતાથી બતાવી છે.
विषयेषु गुणाध्यासात् पुंसः संगस्ततो भवेत्
संगात्तस्य भवेत्कामः कामादेव कलिनृणाम्
कर्लेदुर्विसहः क्रोधस्तमस्तमनुवर्तते
तमसा ग्रस्यते पुसंश्वेतना व्यापिनी द्रुतम्
तया विरहितः साधो जन्तुः शुन्याय कल्पते
ततोऽस्य स्वार्थविभ्रंशो मूर्च्छितस्य मृतस्य च ।। भाग. -११-२१-१९/२१
વિષયોમાં ગુણબુધ્ધિ પૂર્વકનો આધ્યાસ થવાથી તેમાં વ્યક્તિને આસક્તિ થાય છે આસક્તિથી તેની કામના થાય છે કામનામાં વિઘ્ન પડતા ક્લેશ થાય છે. ક્રોધ આવતા બુધ્ધિમાં કેવળ તમો ગુણ-અંધકાર છવાય જાય છે ત્યારે તેની ચેતના વિવેક હીન બની જાય છે તે વિવેકથી રહિત માણસ શુન્ય સરખો અર્થાત્ જડ બની
જાય છે ત્યારે તેનો વિવેક મૂર્છિત થવાથી તેનું કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ પણુ થાય છે અને તેજ તેનું મૃત્યુ થયું એમ જાણવું તેનાથી ભક્તિ થતી નથી અને ભક્તિ રહિતને વારંવાર મરવું પડે છે.