રાગ:- ધન્યાસરી
સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી ।
અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થે ભક્તિ શું વેર વસાવ્યુંજી ।।૧।।
રાગ :- ઢાળ
વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ ।
શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ ।।૨।।
પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ ।
તેહ પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ ।।૩।।
વસુદેવ વળી દેવકીને, જાણ્યાં જગદીશનાં જરૂર ।
તેને કષ્ટ કંસે આપિયું , મૂવો પાપિયો આપે અસુર ।।૪।।
પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન ।
તાણ્યાં અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન ।।૫।।
પાંડવ ભક્ત પરમેશ્વરના, તેને દીધું દુર્યોધને દુઃખ ।
તે પાપે રાજ્ય ગયું વળી, થયું મોત રહ્યું નહિ સુખ ।।૬।।
સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે પાડિયા રોળ ।
સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ।।૭।।
તે હરિજનને હૈયે હોય નહિ, જે દુઃખ દેતલને દુઃખ થાય ।
પણ જેમ કેગરના કાષ્ટને, બાળતાં અગ્નિ ઓલાય ।।૮।।
એમ ભક્તને ભય ઉપજાવતાં, નિર્ભય ન રહ્યા કોય ।
આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય ।।૯।।
પરમ પદને પામવા, હરિભક્તની ભીડ્ય તાણવી ।
નિષ્કુળાનંદ નિશ્ચે કહે, વાત આટલી જરૂર જાણવી ।।૧૦।।
વિવેચન
સ્વામી બતાવે છે કે વેદોનું એવું નિરધારણ છે, નિર્ણય છે કે ભક્તિથી પરમાત્મા અચુક પ્રસન્ન થાય છે એવા બીજા સાધનોથી થતા નથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે
न वेदैर्न तपसा न दानेन न चेज्या।
अव्ययो दृष्टं दृष्ट्वान्सि मा अथा।
भक्त्या त्वन्या समिक अहमेवं विध्होजर्न।
ज्ञान के द्रष्टा ब्रह्मांड में प्रवेश करते हैं। (11/53-54)
ભક્તિ વિના ભવરોગ-જન્મમૃત્યુનો રોગ દૂર થતો નથી. ભક્તિ વિના સંસારમાં ભટકવાનું દૂર થતું નથી. ભગવાનના ભક્ત ભક્તિ કરીને અનેક સંકટો પાર કરે છે. અને ભક્તિ કરવાથી પરમ ભાગ્ય જામે છે એ વાત અછતી નથી પણ ખુબ પ્રખ્યાત છે ભગવાનના અનન્ય ભક્તની જાત કઈ છે? ઉંચી જાત કે નીચી જાત તે જોવી નહિ ઘણી વખત નીચી જ્ઞાતિમાં પણ અનન્ય ભક્તો થયા હોય છે. પ્રહલાદજી તો એવું કહ્યું છે કે विप्राद्विषट्गुणादरविंद…..
જેણે પરમાત્માની સાચી ભક્તિ કરી છે એટલે તેનું જીવન ધન્ય છે સાચી ભક્તિ કરીને પરમાત્માની પ્રસન્નતા જેમણે મેળવી છે અને મહારાજના એકાંતિક ભક્ત થયા છે ભગવાને તેમને પ્રસન્ન થઈને ભક્તિનું દાન કર્યું છે જે અતિ દુર્લભ છે ભગવાન તે જલ્દી કોઈને આપતા નથી. મુક્તિ આપી દે છે પણ ભક્તિ જલ્દી નથી આપતા તે સાચા ભક્તને જ આપે છે.
ધોળ–