ભક્તિનિધિ – કડવું ૩૧

રાગ:- ધન્યાસરી

ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે આપણોજી ।

પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાંગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ।।૧।।

રાગ :- ઢાળ

પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ ।

જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ।।૩।।

પશુ પંખી પન્નગનાં વળી, આવે તન અનંત ।

તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।।

એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને ।

તેને થાશે ઉરે ઓરતો, સમજી લેજો સહુ મર્મને ।।૭।।

મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર ।

માનવ દેહ મોઘોં ઘણું, નહિ અન્ય દેહને એ હાર ।।૯।।

વિવેચન

સ્વામી કહે છે કે ગાફલપણામાં ગુણ રખે ગણોજી……

ગાફલપણુએ ભક્તની ખામી છે, ખોટ્ય છે અને અવગુણ ગણાય પણ જે ભક્તને વર્યો હોય તે તેને વૈરાગ્યના સ્વરૂપમાં, કે આશ્રયના સ્વરૂપમાં કે સંતોષના સ્વરૂપમાં જોવા લાગી જતા હોય છે ત્યારે તો તે ગાફલપણુ ક્યારેય દૂર થવાનું નહિ. એમાં જ જ્યારે ગુણ દેખાવા લાગે ત્યારે દૂર કેમ થાય? સ્વામી કહે છે ગાફલાપણાનું પરિણામ હંમેશા પસ્તાવા સિવાય કાંઈ હોતું નથી. ભગવાને પોતાની દિવ્ય સેવા કરવાની તક આપી છે છતાં ગાફલ ભક્તો નથી કરી લેતા પછી પસ્તાવો કરવા છતાં કાંઈ ખોટ પુરી થતી નથી. શ્રીજી મહારાજ વખતે કોઈ કોઈ ભક્તો તક ચુકી ગયા હોય તેને જીંદગી ભરનો વસવસો રહી ગયો. જીંદગી ભર વસવસો કર્યો તોય પણ કામ થોડુ થઈ જવાનું છે? “ગત અવસર આવે નહિ ગયા ન આવે પ્રાણ” જે હાથમાંથી વાત ચાલી ગયા પછી તેની ખોટ ભોગવ્યે જ છુટકો રહે છે માટે સ્વામી ભલામણ કરે છે કે ગાફલાયની ખામી ને ગુણ રૂપે જોવા લાગી જતા નહિ. જેના પગ પ્રભુની અનુવૃતિમાં ચાલ્યા નથી, હાથથી ભગવાનનું

કાર્યકે ભગવાનની સેવા નથી થઈ. જીભથી ભગવાનનું નામ નથી લેવાયું, મુખે ભગવાનના ગુણ નથી ગવાયા, નેત્રોથી દર્શન નથી કર્યા, કાને કથા સાંભળી નથી, તે જે ખોટ્ય છે તે ચોરાશી લાખ જાતમાં ફરવા છતાં, દંડ ભોગવવા છતાં સમય ચુકી ગયાની ખોટ્ય પુરાતી નથી. પશુ, પક્ષી કે સરીસૃપમાં અનેક શરીરો મળવાના પણ તેનાથી ભગવાન ભજાતા નથી. માટે મનુષ્ય દેહ જેવા એકેય ગણી શકાતા નથી. માટે શાસ્ત્રો, દેવતાઓ, ઋષિઓ મનુષ્ય તનના ગુણ ગાય છે. એવા શરીરને પામીને ભગવાનની સેવા કરીને ભગવાનને પ્રસન્ન નથી કર્યા તો તેને પછી ઓરતો રહી જશે મનુષ્ય દેહ જેવો સર્વ સાધન સંપન્ન કોઈ દેહ નથી. તેને પશુઓની જેમ વિષય માટે જ વેડફી નાખ્યું. “ઃ ર્મઃ આ ચારેય વાત તો પશુઓ અને મનુષ્યોમાં સમાન છે. મનુષ્યની વિશેષતા શું છે? તો મનુષ્ય દેહે ભગવાનની ભક્તિ થઈ શકે છે, બીજા દેહથી થતી નથી ત્યારે મનુષ્ય શરીર પામી ભક્તિ ન કરી ત્યારે પશુ કરતા પણ વધારે નકામો ગણાય છે “પશુ ઘડંતા નર ઘડ્યો ન મળે શીંગને પૂંછ, તુલસી હરિ કી ભક્તિ બીના ધીક્ દાઢી ધીક્ મૂછ” તેમ શાસ્ત્રો અને સત્પુરૂષો તેને ધિક્કારે છે. માટે મનુષ્ય હોય તેણે વિવેક વિચાર કરવો અને ભગવાનની ભક્તિ સેવા કરવી. વારંવાર આવો જોગ આવતો નથી.