ભક્તિનિધિ પદ – ૦૭

શ્રીજી મહારાજની સેવા ભક્તિ કરવી તે નિધિઓનો ભંડાર છે આમ તો નિધિનો અર્થ જ ભંડાર થાય છે જે ક્યારેય ખુટે નહિ અખુટ ખજાનો હોય તેને ભંડાર અથવા નિધિ કહેવાય છે ભંડાર હંમેશા ભૂગર્ભમાં-ગુપ્ત પણે રાખેલ હોય છે તે દરેક સામાન્ય માણસોને દ્રષ્ટિ ગોચર થતો હોતો નથી કારણકે ભૂર્ગભમાં ગુપ્ત

પણે સંઘરાયેલો હોય છે ભક્તિ મહારાજની સેવા પણ તેવો ભંડાર છે તેમાં સામાન્ય બુધ્ધિના બધા જ માણસોને મહત્વ જણાતું નથી જેવું બીજા સાધનોમાં જણાય છે. એવી ભગવાનની ભક્તિ કરીને સેવા કરીને ભૂતકાળમાં કંઈક મનુષ્યો- દેવતાઓ ઋષિઓ સુખ પામી ગયા છે. તેઓ ભક્તિ કરવામાં-ભગવાનની સેવા કરવામાં જ સાર સમજ્યા છે. ઋષિઓ, તપસ્વીઓ, વનવાસીઓ, વૈરાગીઓ તમામ સાધકો ભગવાનની સેવાને બીજા સાધનો કરતા ભારે માને છે તે જલ્દી અને જેને તેને મળતી નથી એવો મહિમાં સમજે છે. જે જે કોઈ મોટાઈ ને પામ્યા છે તે ભગવાનની સેવા કરીને પામ્યા છે (હનુમાન, ઉધ્ધવ, નારદ વિગેરે અનેક એવા થઈ ગયા છે) ભગવાનની અખંડ સેવા પામ્યા વિના સંસારમાં ભટકવાનું મટતું નથી. તે ભક્તિ-સેવા પ્રગટ ભગવાનની કરવાનો મહિમાં બતાવ્યો છે તેના જેવી અનુપમ વસ્તુ કોઈ નથી.